Skip links

સ્થાપક

કિશોરસિંહ રાણા

સાદું જીવન અને ઉચ્ચ વિચાર ધરાવતા.. ખાનદાની રીતે ખેતી સાથે સંકળાયેલા… ભારતના લાખો કરોડો ખેડૂત જેવા જ એક સામાન્ય  માનવી. ફરક માત્ર એટલો જ કે …રાસાયણિક ખાતરનો ઉપયોગ તો ન જ કરવો એવા દ્રઢ સંકલ્પ સાથે.. ખેતીમાં દરેક સીઝનમાં સતત નવા નવા પ્રયોગો કરતા… ક્યારેય નિરાશ ન થતા મહેનતુ વ્યક્તિ…

સમગ્ર દેશના ખેડૂત પરિવારના ઉત્થાન અને ઓર્ગેનિક ખેતી દ્વારા કિસાનોના ઉજળા ભવિષ્ય અને દેશના સાચા વિકાસ માટે સદાય પ્રયત્નશીલ વ્યક્તિ. કૃષિ ક્ષેત્રે થતા અવનવા સંશોધન વિશે જાણકારી મેળવી યોગ્ય લાગે તેવી પ્રોડક્ટનો પોતાના જ ખેતરમાં ઉપયોગ કરી, એ અખતરામાં કોઇ ખતરો નથી એવી પાકી ખાત્રી થાય એટલે શરૂઆતમાં પોતાના ખર્ચે પણ આસપાસના ખેડૂત ભાઇઓને લાભ મળે એવા પ્રયત્નો કર્યા કરતા સીધા સાદા સરળ માનવી.

કોડાગુ એગ્રીટેક ની કેપ્સ્યુલ પ્રોડક્ટ નો સતત ત્રણ વર્ષ સુધી પોતાના ખેતરમાં ઉપયોગ કરી બહુ સારું પરિણામ મેળવ્યા પછી સમગ્ર ગુજરાતના ખેડૂતોને આનો લાભ મળે એ માટે ગુજરાતની ડિસ્ટ્રીબ્યૂટરશીપ લઇ નિરાલી એગ્રી કેર ની સ્થાપના કરી.

Home
Account
Cart
Search